નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day 2021) ના અવસરે પીએમ મોદીએ આજે યોગ કાર્યક્રમને સંબોધિત કર્યો. પીએમ મોદીએ કહ્યું કે  જ્યારે કોરોનાના અદ્રશ્ય વાયરસે દુનિયામાં દસ્તક આપી હતી ત્યારે કોઈ પણ દેશ, સાધનોથી, સામર્થ્યથી અને માનસિક અવસ્થાથી તે માટે તૈયાર નહતો. આપણે બધાએ જોયું કે આવા કપરા સમયમાં યોગ આત્મબળનું એક મોટું માધ્યમ બન્યો. યોગે લોકોને ભરોસો જતાવ્યો કે આપણે આ બીમારી સામે લડી શકીએ છીએ. પીએમ મોદીએ કહ્યું કે બધાને સાથે લઈને ચાલનારી માનવતાની આ યાત્રાને આપણે આ રીતે જ સતત આગળ વધારવાની છે. કોઈ પણ સ્થાન હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ આયુ હોય, દરેક માટે યોગની પાસે કોઈને કોઈ સમાધાન જરૂર છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube